MORBi:મોરબી મચ્છુ નદીના પટ્ટમાં થઇ રહેલા બાંધકામ અંગે જીલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
MORBi:મોરબી મચ્છુ નદીના પટ્ટમાં થઇ રહેલા બાંધકામ અંગે જીલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
ઝૂલતા પુલ નજીક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલી રહેલા બાંધકામ અંગે પૂર્ણ તપાસ કરી દિવસ પાંચમા અહેવાલ સુપ્રત કરવા આદેશ
મોરબી જીલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા મોરબી પ્રાંત અધિકારી, જીલ્લા જમીન રેકર્ડ નિરીક્ષક, મોરબી શહેર મામલતદાર તથા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને અરજીના રૂપમાં રજૂઆત કરતો આદેશ કરી મચ્છુ નદીના પટ્ટમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામ અંગે સંયુક્તમાં સ્થળ તપાસ કરી હાલ જે બાંધકામ મચ્છુ નદીની પહોળાઈ ઘટાડી થઇ રહ્યું હોય તો તે સંદર્ભે કોઈ દુર્ઘટના સર્જાવાનું જોખમ કે અન્ય બાબતે સંપૂર્ણ તપાસ કરી દિવસ પાંચમા પૂર્ણતઃ અહેવાલ સુપ્રત કરવા જણાવાયું છે.
મોરબી કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરેલ પ્રેસયાદીમાં જણાવ્યા મુજબ મચ્છુ નદીના પટ્ટમાં કે જ્યાં ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાઈ હતી જેની નજીક જગ્યાએ હાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તે બાબતે અરજીથી રજૂઆત કરવામાં આવી છે કે આ જગ્યા વાળુ બાંધકામ મચ્છુ નદીની પહોળાઈ ઘટાડીને થઈ રહ્યુ છે. જે બાબતે મોરબી પ્રાંત અધિકારી, જીલ્લા જમીન રેકર્ડ નિરીક્ષક, મોરબી મામલતદાર તેમજ ચીફ ઓફિસર જેવા ઉચ્ચ અધિકારીઓને સંયુક્તમાં સ્થળ તપાસ કરી થઈ રહેલું બાંધકામ અને કરવામાં આવેલ દિવાલ બાબતે રેકર્ડ આધારિત ખરાઈ કરવા તેમજ જરૂર જણાય ત્યાં સ્વામિનારાયણ સંસ્થા પાસેથી હદ અને કબ્જાના આધાર મેળવી તથા બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને કે પૂર્ણ સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જવાની શક્યતા છે કે કેમ ?ભૂતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીનું પ્રવાહનું લેવલ વગેરે બાબતો ધ્યાનમાં રાખી ચોક્કસ હકીકત મેળવી પૂર્ણતઃ અહેવાલ પાંચ દિવસમાં મોકલી આપવા માટે જીલ્લા કલેકટર દ્વારા આદેશ કરી જણાવ્યું છે. અંતમાં થોડા સમયમાં ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે ઉપરોક્ત બાબતને અગ્રતા આપી સમય મર્યાદામાં અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે.