GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:મોરબીમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત અંગેની ત્રિમાસિક બેઠક યોજાઈ

 

 

Morbi:મોરબીમાં જિલ્લા સંચારી રોગચાળા અટકાયત અંગેની ત્રિમાસિક બેઠક યોજાઈ

 

મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળા વિશે સમીક્ષા કરી પાણીજન્ય રોગચાળા અટકાયત માટે પાણીના સંપ પર સઘન ક્લોરીનેશનની કામગીરી વધારવા જણાવવામાં આવ્યું હતું. આગામી વર્ષાઋતુ સંદર્ભે રોગચાળા અટકાયતી કામગીરીનું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગની જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી પાઇપલાઇન લીકેજ નોંધણી, શોધખોળ અને રીપેરીંગ કામગીરી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. સંજય શાહ, ડીએમઓશ્રી વિપુલ કારોલીયા, ઈએમઓશ્રી ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!