GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઓળખ માટે વિનંતી: મોરબી સર્કિટ હાઉસ પાસે ફૂટપાથ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

 

 

MORBI:ઓળખ માટે વિનંતી: મોરબી સર્કિટ હાઉસ પાસે ફૂટપાથ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

 

​મોરબી: મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા આ વ્યક્તિના વાલી-વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.



​ગઈકાલે તારીખ ૧૭/૦૩/૨૦૨૬ ના રોજ સાંજે અંદાજે ૧૭:૫૦ વાગ્યા પહેલા, મોરબી-૨ સર્કિટ હાઉસ પાસે જાહેર રસ્તા પર ફૂટપાથ પર એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકનું મોત ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું જણાયું છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અ.મોત નંબર ૧૫/૨૦૨૬ થી નોંધ કરવામાં આવી છે.​મૃતકની ઓળખ માટેના ચિહ્નો:ઉંમર: આશરે ૪૦ થી ૪૫ વર્ષ.​શરીરે પહેરેલ કપડાં: આછા ગુલાબી કલરની બંડી અને કાળા કલરનું ટ્રેક પેન્ટ.​ખાસ નિશાની (ટેટૂ): મૃતકના જમણા હાથ પર “નેહાબેન મોહમ્મદભાઈ” તથા અન્ય નામો હિન્દીમાં ત્રોફાવેલ (લખેલા) છે.​વર્તમાન સ્થિતિ: મૃતકનું પોસ્ટમોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. હાલ લાશને ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.​અપીલ: જો કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય અથવા તેના પરિવાર વિશે જાણકારી હોય, તો તાત્કાલિક મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.મો.નં.: ૬૩૫૯૬ ૨૬૦૪૮ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. પોસ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨

Back to top button
error: Content is protected !!