MORBI: માળીયા (મી.) ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો 204 થી વધુ દર્દીઓએ લાભ લીધો
MORBI:મોરબી જિલ્લાના માળીયા મીયાણા ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પમાં યોજાયો 204 થી વધુ દર્દીઓએ લાભ લીધો
MORBI :મોરબી માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા(મી) તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા(મી) ખાતે વિવિધ પ્રકારના કેન્સર નાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ, અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ.
ઉપરોક્ત કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૦૪ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેની કુલ ૧૨૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૪૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૩૫ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, આમ ઉપરોક્ત સ્ક્રીનીંગ માંથી ઓરલ કેન્સર નાં ૨૪, બ્રેસ્ટ કેન્સર નાં ૧, અને સર્વાઈકલ કેન્સર નાં ૧૨ દર્દીઓને રીફર કરવામાં આવેલ.,ઉપરાંત આ કેમ્પને આવેલ તમામ દર્દીઓને કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલ, આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા(મી), એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, માળીયા(મી) તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.