MORBIMORBI CITY / TALUKO
મોરબી મહાપાલિકા આયોજિત કેરમ ટુર્નામેન્ટમાં 300 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

મોરબી: ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી મહાપાલિકા દ્વારા મણિમંદિર સામે આવેલ રાણીબાગ ખાતે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને કેરમ રસિકો સહિત 300 થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જુદી જુદી વય મર્યાદા મુજબ યોજાયેલી આ સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા, જેને પરિણામે સમગ્ર વાતાવરણમાં ખેલદિલીની ભાવના છવાઈ ગઇ હતી.









