GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં થયેલા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ ૩ હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા; ૭૦ હજાર લોકો લાભાન્વિત થયા

MORBI:મોરબી જિલ્લામાં થયેલા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ ૩ હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા; ૭૦ હજાર લોકો લાભાન્વિત થયા

 

 

દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે મહિલાઓના સારા સ્વાસ્થ્ય અને પોષણ દ્વારા પરિવારોને સશક્ત બનાવવા સરકાર પ્રયત્નશીલ

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ હેઠળ મોરબી જિલ્લામાં અલગ-અલગ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુલ ૩ હજારથી વધુ સ્ક્રીનિંગ કેમ્પ તથા ૨૨૫ થી વધુ સ્પેશિયાલિસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જિલ્લાના આશરે ૭૦ હજાર જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

વિગતે વાત કરીએ તો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે. શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર જેમાં ગંભીર હાયપરટેન્શન ધરાવતા ૩૩૦ દર્દીઓ અને ડાયાબિટીસ ધરાવતા ૩૨૮ દર્દીઓની શોધ કરી તેમને યોગ્ય સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. ૧૫૦૦ જેટલા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આરોગ્ય વિભાગે સગર્ભા અને પ્રસુતા માતાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપ્યું હતું અને કુલ ૫૭૧૮ મહિલાઓની પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ તપાસ કરવામાં આવી હતી. જ્યારે ૪૩૨૩ લાભાર્થીઓનું એનીમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું. બાળકોને ૩૩૭૯ રસીકરણ ડોજ આપવામાં આવ્યા હતા તેમજ ટી.બી.ની તપાસ અંતર્ગત ૮૫૫૩ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા અને ૧૧૪ નિક્ષય મિત્રની નોંધણી થઈ છે. સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ ૧૫૭૫૬ લેબોરેટરી ટેસ્ટ અને ૨૧૦ એક્સ-રે તપાસ જેવી નિદાન સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી. વધુ સારવાર માટે ૨૨૦ લોકોને રેફરલ કરાયા હતા. જિલ્લામાં કુલ ૩ હજાર જેટલા આરોગ્ય કેમ્પનો આશરે ૭૦ હજાર જેટલા લોકોએ લાભ લીધો હતો.

આ અભિયાન હેઠળ મહિલાઓના આરોગ્યમાં સુધારો લાવવા મહિલાઓ અને કિશોરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું, ખાસ કરીને પોષણ, એનિમિયા, અને ચેપી-બિનચેપી રોગોની તપાસ અને સારવાર કરવામાં આવી છે. માતૃ-શિશુ મૃત્યુદર ઘટાડવા માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસથી માતા અને શિશુના સ્વાસ્થ્યની સુરક્ષા વધારી છે અને સ્વચ્છતા, પોષણ, અને પરિવાર આયોજન અંગે જાગૃતિ ફેલાવી જન સમુદાય સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે માટે જાગૃત કરવામાં આવ્યા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનેક આરોગ્ય કેમ્પ દ્વારા દરેક વર્ગ સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. દેશના સામાજિક-આર્થિક વિકાસને વેગ મળે તે હેતુથી મહિલાઓના સ્વાસ્થ્ય દ્વારા પરિવારોને સશક્ત બનાવવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!