
ઝધડિયા તાલુકાના ગુંડેચા ખાતે હાર્ડ મોરમ ખનીજનું બિનઅધિકૃત ખનન કરતી મશીનરી જપ્ત કરી
એક એક્સકવેટર સીઝ કરી કુલ-૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત ખનન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત ખનનની પ્રવૃતિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ભરૂચ જીલ્લા ઝધડિયા તાલુકાના ગુંડેચા ખાતે તપાસ દરમ્યાન હાર્ડ મોરમ ખનીજના બિનઅધિકૃત ખનન કરતાં કુલ એક એક્સકેવેટરને સીઝ કરી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે મશીનરી જે.કે.મિનરલ કવોરી લીઝ ગુંડેચા,તા.ઝઘડિયા ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
ઈરફાનખત્રી
રાજપારડી


