વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતન પી .જોષીએ મળેલી સત્તાની રૂઍ ઍક જાહેરનામા ધ્વારા તાત્કાલિક અસરથી તા.૦૭/૦૯/૨૦૨૪ સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી, અથવા શારીરિક હિંસા પહોંચાડવામા ઉપયોગમા લઈ શકાય કે તેવી અન્ય કોઈ ચીજો લઈ જવાની મનાઈ, પથ્થરો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવાની કે, તે એકઠા કરવાની તેમજ તૈયાર કરવાની મનાઈ , કોઈપણ સરઘસમા જલતી કે પેટાવેલી મસાલ લઈ જવાની મનાઈ તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
«
Prev
1
/
77
Next
»
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ