MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ની OSEM CBSE સ્કુલ ખાતે MUN (Model of united nations) 2025 કાર્યક્રમ યોજાયો.

 

MORBI:મોરબી ની OSEM CBSE સ્કુલ ખાતે MUN (Model of united nations) 2025 કાર્યક્રમ યોજાયો.

 

 

વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વ ના ગુણો નુ સિંચન કરવા ના હેતુસર યોજાયેલ MUN 2025 માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપરાંત સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ છે ત્યારે તાજેતર માં વિદ્યાર્થીઓમાં વૈશ્વિક નેતૃત્વ ના ગુણો નો વિકાસ થાય, વૈશ્વિક સમસ્યાઓ અને તેના ઉકેલ, વિવિધ દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નો વિકાસ તેમજ વિવિધ કરારો કઈ રીતે થાય, તે ઉપરાંત United Nations (સંયુક્ત રાષ્ટ્ર સંઘ) ની કાર્યપ્રણાલી જેવી વિવિધ બાબતો અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર MUN 2025 નું OSEM CBSE સ્કુલ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ વિવિધ દેશો ના પ્રતિનિધીઓની ભુમિકા ભજવી હતી.
OSEM CBSE સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માં મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી (DEO) શ્રી કમલેશ મોટા સાહેબ, DIET ના આચાર્ય શ્રી વિજયભાઈ સુરેલીયા સાહેબ, ડો. સંદીપ ચાવડા (MD), સ્લોગન ગૃપ ના જાણીતા ઉદ્યોગપતિ શ્રીમતિ મિતલ સંઘાણી, માસુમ વિદ્યાલય ના આચાર્ય શ્રી અંકિત મેવાણી સાહેબ, ક્લાક્સ્ પ્રિમિયર-કોટા ના મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતિ રીચા શર્મા મેડમ, OSEM CBSE ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતના મહાનુભવો એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ તેમજ વિદ્યાર્થીઓના પ્રયત્નો બદલ શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!