GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના 76 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા

MORBI:મોરબીના 76 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા

 

376 બાકીદારોને મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા એ વોરંટ ઇસ્યુ કર્યા:રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2- આસામીઓના નળ કનેક્શન કપાયા મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31-03-2026 સુધી દર શનિવારે મિલકત વેરો સ્વીકારવામાં આવશે.


મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી મિલકત વેરા શાખા એ હાથ ધરી હતી.
મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામી ઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અત્યારસુધીમા કુલ 376 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 25,75,07,750-/ (25.75કરોડ)ની મિલકત વેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,45,54,662 (2.45કરોડ)ની મિલકત વેરા શાખાને આવક થઈ હતી. જેમાં 18 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 58 મિલકત ધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકત હોય તેનો મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળ કનેકશન મિલકત વેરા શાખા એ કાપ્યું હતું હતું. અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યામાં આવશે.
આગામી સમયમાં મિલકત વેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, ટેકસ શાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.
મોરબી મહાનગરપાલિકાના બાકીદારો માટે મિલકત વેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્રારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રારા
કુલ 11(અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે જેમના સ્થળ નીચે મુજબ દર્શાવેલ છે. કલસ્ટર-1 (નાની વાવડી પંચાયત), કલસ્ટર-2 (અમરેલી પંચાયત), કલસ્ટર-3 (મહેન્દ્રનગર પંચાયત), કલસ્ટર-4 (ભડીયાદ પંચાયત), કલસ્ટર-5 (ત્રાજપર પંચાયત), કલસ્ટર-6 (ગ્રીનચોક લાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મ બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે), કલસ્ટર-9 (શનાળા ગ્રામપંચાયત), કલસ્ટર-10 (રવાપર ગ્રામ પંચાયત), કલસ્ટર-11 (લીલાપર ગ્રામ પંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમ નં-9માં POS મશીન દ્રારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. તેમજ હાલ ટેકસ શાખા દ્રારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી શરૂ કરેલ હોય મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્રારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્રારા બહોળા પ્રમાણમાં અરજદારો એ પ્રોપર્ટીટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!