GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ, જર્જરિત મિલકતો ઉતારી લેવા મહાનગરપાલિકાની જાહેર નોટિસ

 

 

MORBI:મોરબી ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ, જર્જરિત મિલકતો ઉતારી લેવા મહાનગરપાલિકાની જાહેર નોટિસ

 

​મોરબી: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ભયજનક અને જર્જરિત મકાનો ધરાવતા માલિકો તેમજ કબજેદારો માટે એક મહત્વની જાહેર નોટિસ જારી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડા કે અતિભારે વરસાદમાં દુર્ઘટના ટાળવા માટે તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ છે.



​તાકીદની સૂચના: મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે મિલકતો જર્જરિત હાલતમાં છે, તેના માલિકોએ આવી મિલકતો તાત્કાલિક ઉતારી લેવી અથવા તેને સુરક્ષિત કરી લેવી.વરસાદ કે વાવાઝોડા દરમિયાન મકાન ધરાશાયી થવાને કારણે થતી જાનહાનિ કે માલ-સામાનના નુકસાનને અટકાવવા આ નિર્ણય લેવાયો છે.જો કોઈ મિલકત ધારક આ સૂચનાનું પાલન નહીં કરે અને કોઈ અકસ્માત સર્જાશે, તો તેની તમામ નૈતિક અને કાયદેસરની જવાબદારી જે-તે મિલકત માલિક કે કબજેદારની રહેશે.સરકારી દાવા હેઠળની મિલકતો માટે ખાસ નોંધ:જે મિલકતો પર હાલમાં સરકારી દાવાઓ કે કોર્ટ કાર્યવાહી ચાલુ છે, તેવા કિસ્સામાં કાયદાકીય જોગવાઈઓ મુજબ અમલવારી કરવાની રહેશે.મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે જાનહાનિ ટાળવા માટે આ બાબતને ગંભીરતાથી લઈ વહેલી તકે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!