GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દિવ્યાંગની વ્હારે, ટ્રાઈસિકલ અર્પણ કરી સેવાકાર્યોમાં ઉમેરો કર્યો.

MORBI:મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દિવ્યાંગની વ્હારે, ટ્રાઈસિકલ અર્પણ કરી સેવાકાર્યોમાં ઉમેરો કર્યો.

 

 

મોરબીમાં અનેક પ્રકારના સેવા કાર્યો કરતી સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા 30 નવેમ્બર એ એક જરૂરતમંદ દિવ્યાંગને પોત્તે હરીફરી શકે તેમજ તેની સાથે આજીવિકા પણ રળી શકે તેવી ટ્રાઈસિકલ લઇ આપી આ સંસ્થાના વિવિધ પ્રકારના કરવામાં આવતા સેવાકાર્યોમાં ઉમેરો કરવા સાથે સમાજમાં અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. જેનાથી એક દિવ્યાંગનું જીવન સરળ બની શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સ્કુલોમાં એજ્યુકેશન સેમિનાર, વૃદ્ધ અને અશક્ત મહિલાઓને રાશનકીટ, વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં એર કૂલર, ઉમિયા સર્કલ ખાતે વોટર કૂલર, હૅન્ડિકેપ વ્યક્તિઓને વ્હીલચેર આપવાના, ટી.બી. ના દર્દીઓને ન્યુટ્રીસન કીટ આપવી, મહિલાઓને સિલાઈ મશીન આપી પગભર કરવી, વિદ્યાર્થીનીઓ માટે સ્કૂલ માં સેનિટરી પેડનું વેન્ડિંગ અને ડીસ્પોસલ મશીન , જરૂરતમંદ દીકરીઓને મહેંદી તેમજ બ્યૂટીપાર્લર કરાવી આપવા, જરૂરતમંદ દીકરીને કરિયાવર આપવો, ગાયો માટે નીરણ, બ્લડ ડોનેશન કેમ્પ, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો સહીત અનેક અનેક સેવા પ્રકલ્પો અને સામાજીક કાર્યો યોજાય ચુક્યા છે.

આ સાથે અનેક સેવા કાર્યો કરવા જાણીતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી આગળના સમયમાં પણ અનેરા ઉત્સાહ સાથે સતત સામાજીક, સેવાકાર્યો કરવા કટ્ટિબદ્ધ હોવાનુ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!