GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ

 

 

MORBI મોરબી દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ

 

સમાજસેવામાં અગ્રેસર મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા અભ્યાસ માટે દત્તક લીધેલી નર્સિંગ વિદ્યાર્થિનીના શિક્ષણ માટે અગાઉ પ્રથમ વર્ષનું સંપૂર્ણ ફી સહાયરૂપે ચૂકવી હતી અને હવે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટર ની ફી પણ ચૂકવીને તેની શિક્ષણયાત્રાને સતત મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે।


આ વિદ્યાર્થિની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસમાં અવરોધનો સામનો કરી રહી હતી, પરંતુ મુસ્કાન વેલફેર સોસાયટીના સહકાર અને સહાયથી તે હવે નિરાંતે પોતાના નર્સિંગના અભ્યાસને આગળ વધારી રહી છે। સંસ્થાનું આ પગલું માત્ર આર્થિક મદદ પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવાનું ઉત્તમ ઉદાહરણ છે।
સંસ્થાના સભ્યો દ્વારા જણાવાયું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવી એ તેમની પ્રાથમિકતા છે। આવનારા સમયમાં પણ સંસ્થા આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખશે અને વધુ વિદ્યાર્થીઓને મદદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે।

Back to top button
error: Content is protected !!