GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચકચારી સાયબર ક્રાઈમ કેસમાં આરોપીના નામદાર હાઈકોર્ટેએ શરતી જામીન મંજૂર કર્યા

 

 

MORBI:મોરબી ચકચારી સાયબર ક્રાઈમ કેસમાં આરોપીના નામદાર હાઈકોર્ટેએ શરતી જામીન મંજૂર કર્યા

 

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી સાયબર ક્રાઈમના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી લક્ષ્મણભાઈ રૂખડભાઇ રાઠોડના જામીન નામદાર હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.



​મોરબી સિટી એ-ડિવિઝન પો.સ્ટે. ગુના રજીસ્ટર નંબર ૨૦૯૨/૨૦૨૫ મુજબ BNS ની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ આરોપીના બેંક ખાતામાં ₹5,20,000 જમા થયા હતા, જેમાંથી તેણે કમિશન પેટે ₹4,000 મેળવ્યા હોવાનો આક્ષેપ હતો. આ કેસમાં ધરપકડ બાદ આરોપી જેલમાં હતો.

​આરોપી તરફે રોકાયેલા વકીલો દ્વારા નામદાર હાઈકોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી કે ​આરોપી વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરે છે અને ખાતામાં આવેલી રકમ તેના કામના વ્યવહાર પેટે મેળવેલી હતી.​આરોપી સ્થાનિક મોરબીનો રહેવાસી છે અને તપાસમાં સહકાર આપવા તૈયાર છે.​નામદાર હાઈકોર્ટે બચાવ પક્ષની દલીલો અને કેસના સંજોગોને ધ્યાને રાખીને આરોપી લક્ષ્મણભાઈ રાઠોડના શરતી જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ શહેનાઝબેન ડી. સુમરા તથા સાવનભાઈ ડી. મોઘરિયા રોકાયા હતા.

Back to top button
error: Content is protected !!