GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક એસોસિએશન: વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા

MORBI:મોરબી સિરામિક એસોસિએશન: વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા
મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે ઉત્સાહપૂર્વક ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નોંધપાત્ર બાબત એ રહી કે તમામ ૧૬૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૧૦૦ ટકા મતદાન કર્યું હતું.
મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા જાહેર થયા છે. ચૂંટણીના પરિણામોની વિગત નીચે મુજબ છે:નરેન્દ્રભાઈ સંઘાત: ૭૯ મત (વિજેતા) કાન્તિલાલ સીતાપરા: ૫૩ મત કેવલભાઈ સંઘાણી: ૨૯ મત નરેન્દ્રભાઈ સંઘાત પ્રમુખ તરીકે ચૂંટાતા પૂર્વ પ્રમુખ હરેશભાઈ બોપલીયા સહિતના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં એસોસિએશનની પ્રગતિ માટે આશા વ્યક્ત કરી હતી.










