ANANDUMRETH

ઉમરેઠના માથાભારે વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગરમાં વ્યાજખોરોના ઉંચા વ્યાજની ઉઘરાણીના ત્રાસથી પરિવારે કમાઉ દીકરો ગુમાવ્યો

આ યુવાન નામે શબ્બીર કારીગરે ચાર દિવસ અગાઉ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો

આ યુવાને વારંવાર ધમકી ભર્યા ફોન આવતા હતા તથા ઊંચા વ્યાજની ચુકવણી નહીં કરે તો વ્યાજખોરો તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા: પરિવારજનો

આ વ્યાજખોરો સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી છતાં ઉમરેઠ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી: પરિવારજનો

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા બાદ વ્યાજખોરો મૃતકના પરિવારને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પૈસાની લાલચ આપી સમાધાન કરવાનું જણાવતા હતા: મૃતક પરિવાર

ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ને શરમ આવવી જોઈએ કે એક મા એ વ્યાજખોરોના ત્રાસથી દીકરો ગુમાવ્યો અને પીએસઆઇ કોઈ પગલાં નથી લેતા: મૃતકની માં

ઉમરેઠ પોલીસ દ્વારા જો વ્યાજખોરો સામે પગલાં લેવામાં નહીં આવે તો મૃતક પરિવાર સમૂહમાં આત્મવિલોપન કરશે: મૃતક પરિવાર

 

YouTube player

Back to top button
error: Content is protected !!