વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-11 ફેબ્રુઆરી : કચ્છ જીલ્લાના ગામ વરજડી,ગઢશીશા,તા માંડવી ખાતે લગ્ન પ્રસંગની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકી શકાય નહિ પરંતુ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે તેઓ પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શીત કરવાની ભાવનાથી શ્રી કીર્તિભાઈ પોકાર અને શ્રી નવિનભાઈ માવાણીના પરિવારે તેઓના સંતાન રિશવ અને પ્રેક્ષાના લગ્ન પ્રસંગનાં દિવસે પુત્રવધુ પ્રેક્ષાના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં કુલ રૂપિયા ૧,૦૦,૦૦૦ /- (અંકે રૂપિયા એક લાખ) નું માતબર દાન આપવાનું નક્કી કર્યું હતું અને તેઓના આ ઉમદા ઉદ્દેશને પાર પાડવા મફત નગર પ્રાથમિક શાળા,ગઢશીશા, આચાર્યશ્રી , મણીલાલ અરજણ પટેલ દ્વારા જીલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ નો સંપર્ક કરી લગ્ન સ્થળે આ ચેક નો સ્વીકાર કરવા વિનતી કરી હતી. તેઓના આ ઉમદા ઉદ્દેશ્યને સફળ બનાવવા કચેરીના અધિકારીશ્રી હિરેન લીમ્બાચીયાએ લગ્ન સ્થળ ઉપર ચેક સ્વીકારી કલેકટર અને પ્રમુખશ્રી, જીલ્લા સૈનીક કલ્યાણ, ભુજ, વતી પોકાર અને માવાણી પરિવારનો આભાર વ્યકત કર્યો હતો અને સૈનિકો પ્રત્યેની તેઓની આ ઉમદા ભાવનાને બીરદાવેલ હતી. તથા વધુમાં તેઓએ સ્થળ ઉપર હાજર આમંત્રિત મહેમાનોને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનાં આયોજન અને અમલીકરણની વિસ્ત્રુત માહિતી આપી હતી અને આ અહેવાલના પ્રતિસાદ સ્વરૂપે સ્થળ ઉપર જ મેઘધર વેલ્ફેર ફાઉન્ડેશન,નાં દીપકભાઈ વેહડા તરફથી રૂ.૧,૦૦,૦૦૦, વિશ્રામ ભીમજી પટેલ તરફથી રૂ. ૨૧,૦૦૦, કરમશી પી માવાણી પરિવાર તરફથી રૂ. ૧૧,૦૦૦, અમૃતલાલ હંસરાજ પારશિયા તરફથી રૂ. ૧૧, ૦૦૦, દેશવાસી તરફથી રૂ. ૫૦૦૦, અને અરવિદ કરશન રામકિયા તરફથી રૂ.૨૫૦૦ નું દાન અનુક્રમે સ્થળ ઉપર જાહેર થયું હતું. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનાં સહયોગ માટે આ રીતે સમાજમાં અનોખી રાહ ચિંધવાનું માર્ગદર્શન આપવાની વિશેષ જહેમત ઉઠાવનાર આચાર્યશ્રી , મણીલાલ પટેલ તરફથી હાજર મહેમાનોને આ પ્રસંગે બોધ લઈ ભારતીય સેના અને જવાનો વિષે જાગૃતિ આવે અને સન્માનની લાગણી ઉદભવે તે માટે સમાજના કૌટુબિક પ્રસંગોમાં આવા આયોજનો કરવા અનુરોધ કર્યો હતો. અને આ ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫)ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ જણાવેલ.