MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં એન.સી.ડી. દિવસની ઉજવણી કરાઈ

MORBI:મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં એન.સી.ડી. દિવસની ઉજવણી કરાઈ

 

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૨૦/૨/૨૦૨૬ શુક્રવારના રોજ એન.સી.ડી. દિવસની ઉજવણીનું આયોજન કરવામા આવ્યું હતું , જેમા 30 વર્ષથી વધુ વય ધરાવનાર લાભાર્થીઓનુ હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામા આવ્યું હતુ. આ પ્રકારના રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ. આજના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ 30 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવું આવશ્યક છે, મોરબી મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં આ કેમ્પનો બહોળા પ્રમાણમાં 30 વર્ષથી વધુ વય ધરાવનાર લોકોએ લાભ લીધો હતો, મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે કે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસની ચકાસણી નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, તેમ મોરબી મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની અખબારી યાદી મા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!