GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબીના દલવાડી સર્કલ પાસે થાર ચાલકે બાઈક અને કારને હડફેટે લઈ ગાડી દીવાલમાં ઘુસી

MORBI:​મોરબીના દલવાડી સર્કલ પાસે થાર ચાલકે બાઈક અને કારને હડફેટે લઈ ગાડી દીવાલમાં ઘુસી

મોરબીના વ્યસ્ત ગણાતા દલવાડી સર્કલ પાસે આજે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. એક બેફામ ગતિએ આવતી થાર ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થતા અન્ય વાહનોને અડફેટે લીધા હતા.કેવી રીતે સર્જાયો અકસ્માત? પૂરપાટ ઝડપે આવતી થાર ગાડીએ સૌથી પહેલા એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી.બાઈકને ઠોકર માર્યા બાદ પણ ગાડી ઉભી રહી ન હતી અને આગળ જઈ એક કાર સાથે અથડાઈ હતી.

 

સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું હોવાનું જણાય છે. પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો હતો કે પછી ચાલકની કોઈ ભૂલ હતી.અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યા બાદ, થાર અંદાજે 500 મીટર સુધી આગળ દોડી હતી અને અંતે એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને થોભી હતી.​સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા ​અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!