GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે વૃદ્ધની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી રફુચક્કર 

MORBI:મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે વૃદ્ધની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલની ચોરી કરી રફુચક્કર

 

 

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે હળવદ જવા બસની રાહ જોઈ રહેલા વૃદ્ધના શર્ટના ખિસ્સામાંથી મોબાઇલની કોઈ અજાણ્યા મોબાઇલ ચોર દ્વારા ચોરી કરી લઇ જતા વૃદ્ધ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હળવદના લક્ષ્મીનારાયણ ચોક જોશી ફળીયુંમાં રહેતા દિનેશભાઈ રણછોડભાઇ પાટડીયા ઉવ.૬૪ ગત તા. ૦૫ જુલાઈના રોજ મોરબી રહેતા પોતાના દીકરાને મળવા પત્ની સાથે હળવદથી મોરબી આવ્યા હતા. ત્યારે સાંજે ચાર વાગ્યે હળવદ પરત જવા માટે મોરબીના મહારાણા સર્કલ પાસે ગયા હોય ત્યારે મોરબી અમદાવાદ વોલ્વો બસ આવતા જે બસમાં તેમના સગાને દરવાજા સુધી મુકવા ગયા હોય તે દરમિયાન કોઈ ચોર દ્વારા દિનેશભાઇને ધ્યાન ચૂકવી શર્ટના ખિસ્સામાં રાખેલ નોકિયા કંપનીનો જી૪૨ મોડલનો મોબાઇલ IMEI NO. 356706292604974 કિ.રૂ. ૭૦૦૦/- વાળો મોબાઇલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય. બનાવ બાદ દિનેશભાઇએ પોતાની રીતે બસમાં તથા આજુબાજુમાં ચોરાયેલા મોબાઇલની શોધખોળ કરી હતી જે મળી આવેલ ન હોય જેથી મોરબી બી ડિવિઝન ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!