મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત અગરિયાના બાળકોના શૈક્ષણિક કાર્ય માટે ગ્રેજ્યુએટ યુવાનોની જરૂરીયાત.

રામગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી ૧૪ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧થી૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ ४३रियात घरावता (Children with Special Need) जाडो સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે માટે માળિયા તાલુકાના ગુલાબડીનું રણ અને વેણાસર રણ વિસ્તાર માટે એસટીપી વર્ગ શરુ કરવાનો હોવાથી ગ્રેજ્યુએટ થયેલા યુવાનોએ બીઆરસી ભવન,તાલુકા પંચાયતની બાજુમાં માળીયાનો સવારે ૧૧ થી સાંજના ૦૫ વાગ્યા સુધીમાં રજાના દિવસો સિવાય સંપર્ક કરવાનો રહેશે.
ઉમેદવારોએ રણ વિસ્તારમાં બાલમિત્ર તરીકેની કામગીરી કરવાની રહેશે.જેનું માસિક મહેનતાણું રૂ.૮૦૦૦/- પ્રમાણે શાળા/સીઆરસી કો. મારફત ચુકવવામાં આવશે.અન્ય કોઈ લાભ કે ભથ્થા મળવાપાત્ર થશે નહિ.







