MORBI:મોરબી એસટી બસના ચાલકની બેદરકારી, રેલવે સ્ટેશન રોડ પર આધેડને હડફેટે લેતા ગંભીર ઇજા

MORBI:મોરબી એસટી બસના ચાલકની બેદરકારી, રેલવે સ્ટેશન રોડ પર આધેડને હડફેટે લેતા ગંભીર ઇજા
મોરબી: મોરબી શહેરમાં એસટી બસના ચાલકો જાણે બેફામ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે એક એસટી બસે રાહદારી આધેડને પાછળથી જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તેઓ સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રાજપર ગામના રહેવાસી અને ખેતીકામ કરતા રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (ઉ.વ. ૫૨) ગત રોજ રેલવે સ્ટેશન રોડ પરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તેઓ જ્યારે મંદિર નજીક રોડની સાઈડમાં ચાલીને જતા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એસટી બસ (નંબર: GJ-18-Z-8419) ના ચાલકે તેમને હડફેટે લીધા હતા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે રમણીકભાઈને:માથાના ભાગે ગંભીર મુંઢ ઇજાઓ પહોંચી છે.
ડાબા પગના સાથળના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ છે.આ બનાવ અંગે રમણીકભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધીને ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.










