MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

MORBI:મોરબીના જલારામ ધામ ખાતે ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
અત્યાર સુધી ૫૩ કેમ્પમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ લીધો લાભ
મોરબી: માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આગામી ૪ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પની વિગતો: તારીખ: ૦૪-૦૩-૨૦૨૬, બુધવાર (ધૂળેટીના પર્વ પર પણ કેમ્પ ચાલુ રહેશે)સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સ્થળ: શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી.
અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાનારા આ કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવશે.
મળવાપાત્ર સુવિધાઓ:આ કેમ્પમાં પસંદગી પામેલા દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની બસ સુવિધા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો તેમજ ચશ્મા અને ટીપાંની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી છે.
ખાસ સૂચના:તપાસ માટે આવતા દરેક દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ:નોંધનીય છે કે છેલ્લા ૫૩ મહિનામાં યોજાયેલા કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં ૧૫,૦૩૮ લોકોએ લાભ લીધો છે અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (98250 82468), હરીશભાઈ રાજા (98792 18415), નિર્મિતભાઈ કક્કડ (99988 80588) અથવા અનિલભાઈ સોમૈયા (85110 60066) નો સંપર્ક કરવા જણાવાયું છે.









