HIMATNAGARSABARKANTHA

જિલ્લા સમાહર્તા શ્રીની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

જિલ્લા સમાહર્તા શ્રીની અધ્યક્ષતામાં ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

**************

 

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં યોગ દિન ની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી દ્વારા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ વર્ષે સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગરનું મહાકાળી મંદિરની આઇકોનિક સ્થળ તરીકેની પસંદગી પામ્યું હોઈ મહકાળી મંદિર પરિસરમાં યોગ દિનની ઉજવણી કરશે. આ સાથે જિલ્લાના ૭૫ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. શાળા કોલેજો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સરકારી કચેરીઓ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મીતાબેન ગઢવી હિંમતનગર પ્રાંત શ્રી જયંત કિશોર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!