MORBIMORBI CITY / TALUKO

મોરબી ખાતે નવી Škoda Kushaq Facelift કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.

 

 

Morbi ,24 march 2026: Shreenathji Škoda દ્વારા મોરબી ખાતે નવી Škoda Kushaq Facelift કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વધુ બોલ્ડ ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર અને એડવાન્સ ટેકનોલોજી સાથે આ SUV મિડ-સેગમેન્ટમાં નવી ઓળખ ઉભી કરે છે. પાવરફુલ TSI એન્જિન સાથે હવે 1.0 AT માં 8-સ્પીડ ટ્રાન્સમિશન જેવી ખાસિયત તેને વધુ સ્મૂથ અને પાવરફુલ બનાવે છે. સાથે જ Rear massage seats, front parking sensors, front grille strip lights, અને rear illuminated Škoda projection logo સાથે LED tail lamps જેવી best-in-class અને first-in-segment ફીચર્સ તેને ખરેખર અલગ બનાવે છે.

 

નવા Kushaqમાં Škodaની ઓળખરૂપ unmatched safety સાથે મલ્ટિપલ એરબેગ્સ, ABS સાથે EBD, Electronic Stability Control (ESC), હિલ હોલ્ડ કન્ટ્રોલ અને ISOFIX જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સાથે જ sequential turn indicators અને મજબૂત બિલ્ડ ક્વોલિટી તેને વધુ વિશ્વાસપાત્ર બનાવે છે. ખાસ વાત એ છે કે બેઝ મોડલમાં જ 25+ ઉપયોગી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે વેલ્યુ ફોર મની પ્રપોઝિશનને વધુ મજબૂત બનાવે છે. ઉપરાંત Škodaનું Super Care Package ગ્રાહકોને વધારાનો શાંતિપૂર્ણ ઓનરશિપ અનુભવ આપે છે.

આ નવી SUVની શરૂઆતની કિંમત માત્ર ₹10.69 લાખથી શરૂ થાય છે, જે તેને તેના સેગમેન્ટમાં એક ખૂબ જ આકર્ષક વિકલ્પ બનાવે છે. Skoda એ હંમેશાની જેમ સલામતી, કમ્ફર્ટ અને પરફોર્મન્સનું ઉત્તમ કોમ્બિનેશન અહીં રજૂ કર્યું છે.

Shreenathji Škoda, SP Groupનો એક વિશ્વસનીય ભાગ છે, જે રાજકોટ, મોરબી, ગાંધીધામ, જુનાગઢ અને જામનગર સહિત ગુજરાતભરમાં કાર્યરત છે. SP Group હૉસ્પિટાલિટી અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પણ સક્રિય છે અને સમાજસેવામાં પણ યોગદાન આપે છે, જ્યાં મેનેજિંગ ડિરેક્ટર જલારામ હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવા આપે છે. ગ્રાહકોને નવા Kushaq Faceliftનો અનુભવ લેવા માટે Shreenathji Škoda, મોરબી – રાજકોટ હાઇવે, CNG(ગુજરાત ગેસ પંપ)ની સામે, શકત શનાળા, મોરબી ખાતે આવવા આમંત્રણ છે.

Back to top button
error: Content is protected !!