MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા નવ જુગારીઓ પકડાયાં! રૂપિયા બત્રીસ લાખ પચાસ હજાર ની રોકડ રકમ જપ્ત

MORBI:મોરબી શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા નવ જુગારીઓ પકડાયાં! રૂપિયા બત્રીસ લાખ પચાસ હજાર ની રોકડ રકમ જપ્ત!

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધા-૨ માં આવેલા શ્રીજી હાઇટસમાં જુગાર રમતાં નવ જુગારીઓને રોકડા રૂપીયા બત્રીસ લાખ પચાસ હજાર નાં મુદામાલ સાથે મોરબી શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી શહેર એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબીમાં શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ-૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં-૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજા નાં કબ્જા ભોગવટા વારા ફલેટમાં રેડ કરી હતી જેમાં ૯ શખ્સો ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર નં-૨૦૨ મોરબી, મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા રહે. મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી, મનીષભાઇ લાલજીભાઇ વડસોલા રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી, તરૂણભાઇ વલ્લભભાઈ કાવર રહે. અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી, સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા રહે. અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી, કુલદીપભાઇ ઇશ્વરભાઈ કાસુન્દ્રા રહે. દર્પણ સોસાયટી મકાન નં-૧૦૨, રવાપર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઈ નાથાભાઈ રૈયાણી રહે. રાજનગર પંચાસર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઇ ઉઘરેજા રહે, ગોકુલ મથુરા મારુતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૧, કેનાલ રોડ મોરબી, ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણી રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં-૭૦૩ મોરબીવાળાને રોકડા રૂપીયા બત્રીસ લાખ પચાસ હજાર નાં મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!