MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે નવમો તુલસી દિવસ ઉજવાશે

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે નવમો તુલસી દિવસ ઉજવાશે
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડીસેમ્બરના દિવસે ક્રિસમસ નહિ પરંતુ તુલસી દિવસની ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે જે અંતર્ગત ચાલુ વર્ષે આગામી તા. ૨૫ ના રોજ સાર્થક વિદ્યા મંદિર ખાતે નવમો તુલસી દિવસ ઉજવાશે
તુલસી દિવસ નિમિતે તુલસી પુજ, મહિમા, રોપા વિતરણ અને તુલસી સન્માનપત્ર એનાયત કરવામાં આવશે સવારે ૭ : ૩૦ થી ૯ વાગ્યા સુધી તુલસી દિવસ ઉજવાશે તેમજ સવારે ૯ થી સાંજે ૫ સુધી બિઝનેશ કાર્નિવલ ઉજવાશે જેમાં ધોરણ ૯ થી ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ધંધા વ્યવસાયનું ઉત્તમ દ્રશ્ય નીર્નામ કરાશે અને જાતે બિઝનેશ કરવાનો અનુભવ મેળવશે તે ઉપરાંત વર્ષ ૨૦૧૭ થી ૨૧ સુધીમાં શાળામાં અભ્યાસ કરી ચુકેલા પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ સુધી પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાશે જેમાં સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ શાળા સમયનું સંભારણું સાથે મળશે તેમ શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લની યાદીમાં જણાવ્યું છે









