MORBI:મોરબી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર, ખાતે “તમાકુ નિષેધ” વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।

MORBI:મોરબી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર, ખાતે “તમાકુ નિષેધ” વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખાખરેચીના સહયોગથી “તમાકુ નિષેધ” વિષયક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું।
આ કાર્યક્રમામ આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના કૈલા પ્રદીપભાઈ (CHO), વાઘેલા મહેશભાઈ (MPHW) અને પરમાર નીતિનભાઈ (MPHW) મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવેલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણી બોટલ, લંચ બોક્સ તથા પેડ જેવા ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. ભાગ લેનાર તમામ 41 વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ફૂલસ્કેપ બુક આપવામાં આવી।
આ તકે મહેશભાઈ વાઘેલાએ બાળકોને તમાકુ સેવનથી થતા સ્વાસ્થ્યને નુકસાન અને ચોમાસાની ઋતુમાં થતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા વાહકજન્ય રોગો વિશે વિસ્તૃત સમજૂતી આપી તથા અન્ય બીમારીઓની જાગરૂકતા અંગે માર્ગદર્શન આપ્યું। આરોગ્ય કેન્દ્રની ટીમના ઉપસ્થીતિ દરમિયાન તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સેન્ડવીચનો નાસ્તો રાખવામાં આવ્યો.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ ભોરણીયાએ પણ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા તાકીદ કરી અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો આભાર માન્યો.
ઈલાજ કરતાં બચાવ વધુ સારુંના ભાવથી કરેલ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં તમાકુના નુકશાન અંગે જાગૃતિ પેદા કરવામાં આવી, જે આરોગ્યપૂર્ણ જીવન માટે મહત્વપૂર્ણ પગલું છે.








