તા. ૦૩. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા ખાતે ગુર્જર ભારતી ઇન્સ્ટિટ્યુટ ઓફ સેનેટરી ઈન્સ્પેકટર કોલેજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
આજરોજ મંગળવાર ગુર્જર ભારતી ઇન્સ્ટિટ્યુટ ઓફ સેનેટરી ઈન્સ્પેકટર કોલેજ, નગરાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ગુર્જર ભારતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકા, ટ્રસ્ટી અમરસિંહ ગોહિલ સાહેબ, રમેશ કથોટા,સુપરવાઇઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા, લાલજીભાઈ રબારી MPHW પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગરાળા તેમજ SI કૉલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ ભૂરીયા, અધ્યાપકગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ રમેશ ભાઈ કથોટા દ્વારા વિધાર્થીઓને MPHW ની કામગીરીને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું. લાલજીભાઈ રબારી દ્વારા આરોગ્ય લક્ષી યોજનાઓ અને આરોગ્ય સેવાઓની વિધાર્થીઓને માહિતી આપવામાં આવી. તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલ ભાઈ ધાનકા દ્વારા પ્રથમ વર્ષના વિધાર્થીઓને આવકાર પ્રવચન અને શુભેશ્ચ્છાઓ પાઠવવામાં આવી. ટ્રસ્ટી અમરસિંહ ગોહિલ દ્વારા વિધાર્થીઓને શુભેશ્ચ્છાઓ પાઠવવામાં આવી. ત્યારબાદ વિધાર્થીઓને ફુલ અને ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યા હતા