GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઈવીએમ કમિશનીંગ કામગીરી અન્વયે ઘુંટુ પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર

MORBI:ઈવીએમ કમિશનીંગ કામગીરી અન્વયે ઘુંટુ પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર

કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી તેમજ પોલીસ ઓબ્ઝર્વરશ્રીએસ્ટ્રોંગ રૂમનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું

કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ અગ્રવાલ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનિલકુમાર મિણાએ કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ચાલી રહેલ ઈવીએમ કમિશનીંગની કામગીરી અંતર્ગત મુલાકાત લીધી હતી.

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ અગ્રવાલ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી સુનિલકુમાર મિણા કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ – મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી.

ઓબ્ઝર્વરશ્રીઓએ મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી ઈવીએમ કમિશનીંગની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૂંટણી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીઓ તેમજ ઈવીએમ કમિશનીંગની કામગીરી હેઠળ ફરજ પરના કર્મચારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખીલ મહેતા સહિત અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!