GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા આઈટીસેલ જીલ્લા ઉપપ્રમુખ તથા મહામંત્રી અને મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી તરિકે ગીરીરાજસિંહ જાડેજા, જીલ્લા આઈ.ટી.સેલમાં જીલ્લા ઉપપ્રમુખ તરિકે મહેશભાઈ ફુલતરીયા, તથા ધર્મેશભાઈ લહેરૂની જીલ્લા મહામંત્રી તરિકે અને મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે યાસ્મિનબહેન બ્લોચની નિમણુંક કરવામાં આવેલી છે.