GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ

 

 

MORBI:મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ

 

મોરબીની માધાપરવાડી શાળાનું શિક્ષણકાર્ય અને ભૌતિક સુવિધા જોઈ અધિકારીઓ થયા ખુશ

મોરબી માધાપરવાડી કુમાર/કન્યા શાળામાં OMVVIM પીટીસી કોલેજના વાર્ષિક પાઠ લેવાયા

મોરબી, અત્રેની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.ડી.એ.તરીકે ઓળખાય છે,એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 52 જેટલા તાલીમાર્થીઓએ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અને માધાપરવાડી કુમાર શાળામાં ધો.4 અને 5 ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ભણાવી પાઠ લીધા હતા,આ તકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ પ્રાચાર્ય વ્રજલાલ કાચા, ડો.હમીરભાઈ કાતડ, માધવીબેન શુક્લ, હેમાંગીબેન તેરૈયા, ભાવનાબેન નકુમ, એચ.એમ.અકવાલિયા પી.વી.જાની, એ.ટી.પટેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ લેકચરરે ભણાવવામાં આવતા પાઠનું વર્ગમાં બેસી નિરીક્ષણ કર્યું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી, પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય,શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ,શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી અને ડાયટના તમામ લેકચરરનું પુસ્તક દ્વારા અભિવાદન કર્યા બાદ બધા તાલીમાર્થીઓ સમગ્ર દિવસ દરમ્યાન માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના ધો.4 અને 5 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી તેમજ ધર્મેન્દ્રભાઈ ગડેસિયા પ્રિન્સિપાલ OMVVIM કોલેજ, હિમાંશુ શેઠ વગેરે જોડ્યા હતા, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું ભૌતિક, ભાવાવરણ, વિદ્યાર્થીનીઓની હોંશિયારી જોઈ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ લેકચરર ખુબજ ખુશ થયા, પ્રભાવિત થયા અને શાળા પરિવારને ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!