MORBI:મોરબી નાની કેનાલ રોડ ઉપર આખલો ભુરાયો થયો! લોકોની પાછળ દોડતા મચીદોડધામ!

MORBI:મોરબી નાની કેનાલ રોડ ઉપર આખલો ભુરાયો થયો! લોકોની પાછળ દોડતા મચીદોડધામ!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ- વાત્સલ્ય સમાચાર મોરબી
ઉતરાયણનો તહેવાર હોય લોકો પોતાની મોજ માણી ને શાંતિથી ઘરની બહાર બેઠા હતા ત્યારે સાંજનાં સમયે એક આખલો ભૂરાયો થયો હતો અને લોકો એકઠા થયા હતા જેથી તે વધું વીફર્યો હતો અને એક સમયે લોકોની પાછળ દોડતા લોકોમાં દોડધામ મૂકી ગઈ હતી. ઉભેલા લોકોની સામે જોઈને સિકોટા મારતો હતો અને પગથી ધુળ ઉડાડતો હતો પરંતુ ત્યાંથી પસાર થતાં બાઈકો કે કારને કોઈ નુકસાન પહોંચાડતો ન હતો જ્યારે કોઈ માણસ પાછળના ભાગ આવે તો તુરંત જ પાછળ ફરીને જોવા લાગતો અને લોકો ત્યાંથી ભાગવા લાગતા. એક સમયે લાકડા ભરેલ વાહન આવીને ઉભુ રાખતા તેને માથા મારવા લાગતા તેમાં બેઠેલા મજૂરો ઉંચે ચડી ગયા હતા. તેમજ ટોળે વળીને ઉભેલા લોકોની સામે આંધળી ડોટ મૂકી તો લોકો માંડ માંડ ભાગી શક્યા હતા. એક કલાકથી વધુ આ તમાશો ચાલ્યો હતો ત્યારે એક આંધળી દોઢ મૂકીને આખલો ભાગતા દૂર નીકળી ગયો હતો અને લોકોએ રાહતનો દમ લીધો હતો






