MORBI:મોરબી સ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિએ ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી સ્તુત્ય સેવાકાર્ય કરાયું

MORBI:મોરબી સ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિએ ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી સ્તુત્ય સેવાકાર્ય કરાયું
પુત્રી તૃપ્તિબેન આશનાની અને નિર્શિવ ફાઉન્ડેશનના સહયોગથી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું
મોરબી: ‘સેવા પરમો ધર્મ’ની ભાવનાને સાર્થક કરતા એક પ્રેરણાદાયી કિસ્સામાં, મોરબીના સ્વ. ભગવાનજીભાઈ છબીલભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રવિવારે સાંજે જરૂરિયાતમંદ બાળકો માટે સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના સ્વજનની સ્મૃતિને સેવાની સુવાસથી મહેકાવવાના આ પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.
સ્વ. ભગવાનજીભાઈની પાંચમી પુણ્યતિથિના અવસરે તેમના પુત્રી તૃપ્તિબેન આશનાની તેમજ નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકોને મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત બાળકોને મનપસંદ એવા ભૂંગળા-બટાટા અને કોલ્ડ્રિંક્સના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાસ્તો મેળવીને બાળકોના ચહેરા પર અનેરું સ્મિત જોવા મળ્યું હતું.
સેવાભાવીઓની ઉપસ્થિતિ આ સત્કાર્યમાં નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર રોહન રાંકજા અને આરતીબેન રાંકજા સહભાગી બન્યા હતા. સેવાના આ યજ્ઞમાં મંડળના સભ્યો
શિરીષભાઈ રાંકજા ,શ્રુતિબેન રાંકજા,આશ્રુતિબેન રાંકજા
શિવમભાઈ વાઘડિયા,ભૂમિબેન દેત્રોજા,ઉર્વીબેન ઉઘરેજા
મીરાબેન ગામી,સાવનભાઈ કાનાણી આ તમામ સભ્યોએ ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, નિર્શિવ ફાઉન્ડેશન હંમેશા આવી સામાજિક અને માનવીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને જરૂરિયાતમંદોની વ્હારે આવે છે. પોતાના સ્વજનની યાદમાં આ પ્રકારે ઉજવણી કરીને પરિવારે સમાજ સામે એક નવો રાહ ચીંધ્યો છે.











