MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, મહિલાઓને જોડાવવા આહ્વાન

MORBI:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, મહિલાઓને જોડાવવા આહ્વાન
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને #MMC4WOMEN નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોગ્ય, જાગૃતિ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા યોજાશે. જે અંતર્ગત મોરબી મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી વિષે માહિતી આપી હતી જેમાં
તારીખ 01/03/2026, રવિવારના રોજ સવારે 9:00 થી 10:00 વાગ્યે સરદાર બાગ, શનાળા રોડ ખાતે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ માટે યોગા અને ઝુમ્બા સેશન 1 કલાકનું વિશેષ સત્ર યોજાશે. આ સત્રમાં પ્રશિક્ષિત ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
તારીખ 02/03/2026, સોમવારના રોજ સાંજે 7:00 વાગ્યે નગર દરવાજા ખાતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે ફ્લેશ મોબ યોજાશે.
તારીખ 03/03/2026, મંગળવારના રોજ સાંજે 7:30 વાગ્યે પટેલ સમાજ વાડી, શનાળા રોડ ખાતે નારી સન્માનના સંદેશ સાથે હોલિકા દહન કરવામાં આવશે.
તારીખ 05/03/2026, ગુરુવારના રોજ સવારે 10:00 થી 11:00 વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે બાળાઓ માટે “ગુડ ટચ – બેડ ટચ” અને આત્મરક્ષા અંગે માર્ગદર્શન અપાશે.
તારીખ 05/03/2026, ગુરુવારના રોજ સવારે 11.15 વાગ્યે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે મહિલાઓના અંગત પ્રશ્નોના નિરાકરણ માટે જાગૃતિ શિબિર યોજાશે.
તારીખ 06/03/2026, શુક્રવારના રોજ બપોરે 3:00 વાગ્યે મોરબી શહેરમાં 20 મેડિકલ ટીમો દ્વારા ચેકઅપ કરવામાં આવશે. જેમાં સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ, અને ટેબલેટ્સનું વિતરણ થશે.
તારીખ 07/03/2026, શનિવારના રોજ સવારે 9:00 વાગ્યે મુખ્ય કચેરી ખાતે મહિલાઓને મહાનગરપાલિકાની કાર્યપ્રણાલીની મુલાકાત કરાવાશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાને પ્રોત્સાહનરૂપે 1 કલાક માટે કમિશનર તરીકે કાર્ય કરવાની તક મળશે.
તારીખ 07/03/2026, શનિવારના રોજ સાંજે 7:00 થી 8:00 વાગ્યે ડી-માર્ટ ખાતે ગર્લ્સ સ્કૂલ દ્વારા મહિલા સુરક્ષા અને અધિકારો અંગે સ્ટ્રીટ પ્લે ભજવવામાં આવશે.
તારીખ 07/03/2026, શનિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહાનગરપાલિકાની મહિલા સ્ટાફ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે.
તારીખ 08/03/2026, રવિવારના રોજ સવારે 8:00 થી 10:00 વાગ્યે વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ખાતે ભૂલાઈ ગયેલી બાળપણની રમતો રમાડવામાં આવશે.
તારીખ 08/03/2026, રવિવારના રોજ સવારે 10:30 વાગ્યે સરદાર બાગ ખાતે “મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા” વિષય પર 02 કેટેગરીમાં (અંડર-18 અને ઓપન) સ્પર્ધા યોજાશે. વિજેતાઓને 2500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઈનામ અપાશે.
તારીખ 08/03/2026, રવિવારના રોજ સવારે 11.30 વાગ્યે સરદાર બાગ ખાતે “Women at Work” વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે. વિજેતાઓને 2500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.
તારીખ 15/03/2026 અને 22/03/2026, રવિવારના રોજ સવારે 7:30 વાગ્યે મકનસર ક્રિકેટ મેદાન ખાતે શહેરની મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ માટે પ્રતિ ટીમ 500 રૂપિયા ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
કોઈપણ પ્રકારની વધુ માહિતી કે પ્રશ્નો માટે 7778804568 પર સંપર્ક કરી શકાશે.











