GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અગ્રણીઓ

 

MORBI:વિઠ્ઠલભાઈ રાદડીયા ની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અગ્રણીઓ

 

 


શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૫ ના રોજ તેમની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.


આ તકે શ્રી કૃષિતભાઈ સુવાગીયા, શ્રી મંગળજીભાઈ સુવાગીયા, શ્રી નરેન્દ્રભાઈ સંઘાત, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કે.પી.ભાગીયા સાહેબ, મનસુખભાઈ કલસરીયા, જયેશભાઈ ગોસ્વામી,જગદીશભાઈ વામજા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મયુરભાઈ રામાણી, ભરતભાઈ રાબડીયા સહીત ના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી,જયંતભાઈ રાઘુરા સહીત ના અગ્રણીઓએ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!