SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં

*જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા બાબત*
*********
સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં કરવાનું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા પણ જિલ્લાકક્ષાએ યોજવાની છે. જેમાં ભાગ લેવા વયમર્યાદા ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ અને રાસમાં ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. આ સ્પર્ધામાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ સ્પર્ધકો અને ૪ સહાયકો એમ કુલ ૨૦ ની ટીમ બનાવી શકાય છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ અને સ્પર્ધાના નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતેથી મેળવી તા.૧૦/૦૯/૨૦૨૪ના રોજ ફોર્મ સાથે ની એન્ટ્રી કચેરી ખાતે પરત મોકલી આપવાની રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!