MORBI

મોરબી અશ્વમેઘ હોટેલ પાસે ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે ખાનગી બાતમીનાં આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા સ્થળ પરથી હકીકતવાળું પાર્ક કરેલ ટાટા કંપનીનું આરજે ૫૨ જીઆર ૨૬૯૧ નંબરનું ટ્રેઇલર મળી આવતા જે ટ્રેઇલરમાં સઘન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ પાટીની થેલીની આડમાં છુપાવેલ મેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કીની રૂ.૪૯,૫૦૦/-ની કિંમતની ૧૩૨ બોટલો સાથે દીપુ કલ્યાણસિંહ મીણા (રહે. વૃંદ સિરાવાસ, તા.જી.અલવર, રાજસ્થાન)ને પકડી પાડી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!