MORBI:મોરબી જિલ્લાના રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુનના કેસના આરોપીના જામીન નામંજુર કરતી એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટ.
MORBI:મોરબી જિલ્લાના રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુનના કેસના આરોપીના જામીન નામંજુર કરતી એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટ.
મોરબી જીલ્લાના રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુનના કેસનાં આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલાના જામીન નામંજુર કરતી મોરબી એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટ.
મોરબી સીટી બી ડિવી. પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીના દીકરાની સાથે મોબાઈલફોનમાં કોઈ બાબતે ઝધડો થયેલ અને તેનુ મનદુખ રાખી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના ધરની ધરની બહાર રાખેલ ચંપલની લારીને આગ લગાડી ફરીયાદીના પતિને ઢસડી માર મારી બહાર શેરીમાં સળગતી લારી પાસે ધકકો મારી દઈને ખુન કરેલ હોય મારેબી બી ડિવી. પોલીસે આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૫૨,૪૩૫,૧૧૪ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ. આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા એ જામીન મેળવવા નામદાર કોર્ટમાં અરજી કરેલ. ફરીયાદી તરફે મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ.
આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. ફરીયાદ પક્ષે સદરહુ આરોપીના જામીન ન મળે તેમાટે નામદાર કોર્ટમાં જામીન અરજી સામે વાંધા જવાબ રજુકરેલ અને એવી દલીલ કરવામાં આવેલ કે આરોપીની બનાવ સમયે સ્થળ ઉપર હાજરી હતી અને ફરીયાદીના પતિને ઢસળીને સળગતી લારી પાસે ધકકો દીધેલ હોય તેમજ આરોપીનો બનાવમાં ડાયરેકટ રોલ જણાય આવે છે. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ ફરીયાદ પક્ષના મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કરેલ.