GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર પગપાળા ચાલીને જતા બે‌ ભાઈઓને ટ્રક હડફેટે લેતા એકનું મોત નિપજ્યું 

HALVAD:હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર પગપાળા ચાલીને જતા બે‌ ભાઈઓને ટ્રક હડફેટે લેતા એકનું મોત નિપજ્યું

 

 

હળવદ તાલુકાના સુખપર ગામે રામદેવ હોટલથી આગળ હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને જતાં આધેડ તથા તેના મોટાભાઇને ટ્રકે હડફેટે લેતા આધેડને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે આધેડના મોટાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીમા ઉજાલા છપરા કુબેર સિનેમા પાછળ શોભેશ્વર રોડ પર રહેતા ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામા (ઉ.વ.૪૭) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨- બી.વી-૫૧૩૪ નાં ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક પુર ઝડપે અને બેદરકારી પુર્વેક ચલાવી પગપાળા રોડની સાઇડમા ચાલીને જતા ફરીયાદી તથા ફરીયાદીના મોટાભાઇ રાણાભાઇને પાછળના ભાગે ઠોકર મારી ફરીયાદીને જમણા હાથે, જમણા પગે, જમણા ગાલે ફેકચરની ગંભીર ઇજા તથા માથાના ભાગે ટાંકાની ઇજા તેમજ શરીરે સામાન્ય ઇજા કરી તથા ફરીયાદીના મોટાભાઇ રાણાભાઇને માથામા ગંભીર ઇજા કરી મૃત્યુ નીપજાવી ટ્રક લઇ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!