MORBI:મોરબીના નજરબાગ નજીકથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના નજરબાગ નજીકથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. હિતેંદ્રસિંહ ચુડાસમા તથા એલ.સી.બી શાખાના હેડ.કોન્સ નિરવભાઇ મકવાણા, કોન્સ વિક્રમભાઇ ફુગશીયા તથા વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ટેક્નીકલ માધ્યમ, ખાનગીરાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી હકીકત મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદમાં ભડીયાદ રોડ આંબેડકર કોલોની સામેથી એક હીરો હોંડા સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એફબી-૦૩૯૦ વાળું કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય, આ ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમ નજરબાગ ફાટક પાસે ઉભેલ છે તે મુનાબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા એક ઇસમ મોટર સાયકલ સાથે ઉભેલ હોય જેથી તેની પાસે મોટર સાયકલના જરૂરી પુરાવા માટેના દસ્તાવેજી કાગળો માંગતા તેની પાસે ન હોવાનું જણાવેલ જેથી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટર સાયકલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનું હોય જેથી તુરંત આરોપી અશોકભાઇ ગાંડુભાઇ ઉધરેજા ઉવ-૩૫ રહે.નવા વધાસીયા તા.વાંકાનેર જી.મોરબીની અટકાયત કરી તેની પાસેથી ચોરાઉ મોટર સાયકલ કબ્જે લઈ પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.