કાલોલના શક્તિપુરા વસાહત નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગોરજ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો
તારીખ ૧૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા કાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહીઓ સાથે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ બપોરના સુમારે કાલોલ શક્તિપૂરા વસાહત નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક મૃતદેહ તરી રહ્યો હોવાની માહિતી કાલોલ પોલીસને મળી હતી. જે આધારે બનાવના સ્થળે પહોંચેલ પોલીસકર્મીઓ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, સ્થળ પર જ તેની ઓળખ થઈ ગઈ હતી. મૃતદેહ ૨૪ વર્ષીય બળદેવ નગીનભાઈ પરમાર રહે. ગોરજ તાલુકા વાઘોડિયાનો હોવાનું બહાર આવ્યું હતું.બનાવના સ્થળે પહોંચેલા મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે યુવક ગત તારીખ સાત માર્ચના રોજ સાંજના સમયે બસ સ્ટેન્ડ જઈને આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા ત્યો હતો.પોલીસની પ્રારંભિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે યુવકે કોઈ અગમ્ય કારણોસર અજાણ્યા સ્થળેથી કેનાલમાં છલાંગ લગાવી મોતને ભેટ્યો હતો. બનાવના સ્થળે પહોંચેલા મૃતકના સ્વજનોના ગમગીની પ્રસરી હતી.