GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જેલચોકમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો

MORBI:મોરબીના જેલચોકમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો
મોરબી શહેરના જેલચોકમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા રસુલભાઈ હશનભાઈ અબરામભાઈ સુમરા ઉવ.૪૫ રહે. વીસીપરા ચાર ગોડાઉન પાસે મૂળ રહે. બીલીયા તા.મોરબી વાળાને એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આકડાની જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૧૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.







