GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી તથા બીયર ટીન સાથે એક ઝડપાયો

 

HALVAD:હળવદમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી તથા બીયર ટીન સાથે એક ઝડપાયો

 

હળવદ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ ૧,૩૩,૭૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પકડી દેશી દારૂ લીટર ૩૫૦ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૨૨૦૦ તથા બીયર ટીન નંગ ૨૫ મળી કુલ કિ.રૂ.૧,૩૩.૭૦૦/- નો મુદામાલ સાથે આરોપી સુનિલ દિલીપભાઈ રીબડીયા રહે. શ્રી હરિ ટાઉનશીપ ખેરાડી ગામ પાસે તાલુકો વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર વાળા ને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય બે ઈસમો માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ વિહાભાઈ રાતોજા તથા ઉર્મિલાબેન માનસિંગ હદીયો વિહાભાઈ વિહાભાઈ રાતોજા રહે બંને ભવન નગર ઢોરા રામાપીર મંદિરથી આગળ હળવદવાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!