GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

MORBI:મોરબી રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના શોભેશ્વર રોડ ઢાળ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીસ દારૂની ૧૩ બોટલ અને બીયરના ૧૨ ટીન સહિતનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર સામે રહેતા આરોપી જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલ અને બીયરના ૧૨ ટીન મળીને કુલ રૂ ૧૯,૫૪૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે










