MORBI:મોરબી માં શ્રાવણ માસ નો ધર્મમય માહોલમાં ૩૦દિવસ ની શંકર ભગવાન ની કથા નું આયોજન
MORBI:મોરબી માં શ્રાવણ માસ નો ધર્મમય માહોલમાં ૩૦દિવસ ની શંકર ભગવાન ની કથા નું આયોજન
ગાય પુજન અને શીવલીંગ જળાભિષેક થી કથા ની શરૂઆત
મોરબી માં શ્રાવણ માસ નો ભક્તિ, ભાવ અને પૂજા અર્ચનાથી શરૂઆત થઈ છે જ્યારે ભોળા શંકર ભગવાન ની 30 દિવસની કથા નું આયોજન થયું છે જેમાં સવા લાખ રુદ્રાક્ષ નું પૂજન કરવામાં આવશે. કથાની શરૂઆત
ગાય પૂજન અને શિવલિંગ જળાભિષેકથી કરવામાં આવ્યું હતું.
આ બાબતે વાત કરીએ તો શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ ગણાય છે. દશા માં નાં વ્રત શરૂ થઈ ગયાં છે તેમ જ આ માસમાં ભાઈ બહેન નો પવિત્ર પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન, શીતળા સાતમ અને કનૈયા નો જન્મદિવસ એટલે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવે છે. આ વખતના શ્રાવણ માસ માં પાંચ સોમવાર છે. શરૂઆત સોમવારથી થઈ છે અને પૂર્ણ પણ સોમવારે થાય છે. જેથી શ્રાવણ માસનું અદકેરું મહત્વ હોય તેમ લોકો સવારથી જ શિવ મંદિરમાં શિવ પૂજા અને જળાભિષેક કરી રહ્યા હતા. જ્યારે કન્યા છાત્રાલય રોડ ઉપર બાયપાસ પાસે આવેલા સરદારનગર સહિતની છ સોસાયટી એક સંપ કરીને ભગવાન શંકરની ત્રિસ દિવસની શીવ કથાનું આયોજન કર્યું છે. જેમાં જેની આજે શરૂઆત થઈ છે. અને તે સમયે નકલંક મંદિરના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત થયા હતા. અને જેમણે શંકર પાર્વતી મહિમા વિસ્તારથી વર્ણવ્યો હતો. એકંદરે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજનનો માસ એમ માનીને લોકો હાલ શિવભક્તિમાં જોડાયા છે. જેમાં દરેક સોસાયટી નાં લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જોરદાર શીવનો જયઘોષ કરીને કાર્યક્રમ પૂરો થયો હતો.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫