MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત રૂ. 4 લાખની સહાય માટે કેમ્પનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત રૂ. 4 લાખની સહાય માટે કેમ્પનું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC (બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટક હેઠળ નવા આવાસ બનાવવા માટે સરકાર દ્વારા કુલ રૂ. 4,00,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ 4 હપ્તામાં મળવાપાત્ર રહેશે.
જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે અને જેઓ પાસે પોતાનો ખુલ્લો પ્લોટ છે અથવા કાચું, અર્ધકાચું કે જર્જરિત મકાન છે, તેઓ આ યોજના હેઠળ નવા પાકા મકાન માટે નોંધણી કરાવી શકશે.
મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ ક્લસ્ટર કચેરીઓ ખાતે ડીમાન્ડ સર્વે માટે નીચે મુજબ કેમ્પ યોજાશે:ક્લસ્ટર-૧ (જૂની વાવડી ગ્રામપંચાયત ઓફીસ): તા. 19/02/2026, ગુરુવાર (સમય: સાંજે 05:00 સુધી).ક્લસ્ટર-૨ (જૂની અમરેલી ગ્રામપંચાયત ઓફીસ): તા. 20/02/2026, શુક્રવાર (સમય: સવારે 10:30 થી સાંજે 05:00 સુધી) ક્લસ્ટર-૩ (જૂની મહેન્દ્રનગર ગ્રામપંચાયત ઓફીસ): તા. 21/02/2026, શનિવાર (સમય: સવારે 10:30 થી સાંજે 05:00 સુધી).મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અને જરૂરી આધાર-પુરાવા સાથે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.










