MORBI:મોરબી ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યૂટી અને હેર સ્ટાઇલ સેમીનાર નું આયોજન

MORBI:મોરબી ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યૂટી અને હેર સ્ટાઇલ સેમીનાર નું આયોજન
મોરબી જિલ્લાના મહિલાઓ માટે ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ નું અમલીકરણ કરતી શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા આગામી ૨૩ અને ૨૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ બપોરે ૧૨ થી ૫ વાગ્યા દરમ્યાન ૨ (બે) દિવસીય સેમીનાર નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે,આ સેમીનાર મા મોરબી ના શીતલ બ્યૂટી સલૂન દ્વારા બેઝિક ટુ એડવાન્સ આધુનિક બ્રાઇડલ મેકઅપ અને હેર સ્ટાઇલ માટે ખાસ ઉપયોગી તાલીમ ડેમો પ્રેક્ટિકલ દ્વારા આપવામાં આવશે, સાથે ઉપયોગી માન્ય સર્ટિફિકેટ ઉપસ્થિત તમામ સહભાગી લાભાર્થી બહેનો ને આપવામાં આવશે , આ સેhમીનાર ની ખાસ વિશિષ્ટતા એ છે કે, લાગુ પડતી સરકારી યોજનાઓ ના લાભો અપાવવા માટે જરૂરી માર્ગદર્શન સાથે મદદ પણ સંબંધિત વિભાગો ના સહકાર થી કરવાના પ્રયત્નો કરવામાં આવશે, વધુ જાણકારી અને લાભ લેવા રજીસ્ટ્રેશન માટે સંસ્થા ની હેલ્પ લાઈન 9726501810 પર વોટ્સએપ મેસેજ કરવા સંસ્થા ની યાદી માં જણાવવામાં આવ્યું છે,






