GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પરશુરામ ઘામ મંદિર ખાતે ૨૮થી ૩૦ નવેમ્બર સુધી વ્યાખ્યાન માળાનું આયોજન

MORBI:મોરબીના પરશુરામ ઘામ મંદિર ખાતે ૨૮થી ૩૦ નવેમ્બર સુધી વ્યાખ્યાન માળાનું આયોજન

 

 

મોરબી : શ્રી પરશુરામધામ અને શ્રી શિવાનંદ યોગ સર્કલના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 28 થી 30 નવેમ્બર 2024 એમ ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન શ્રી પરશુરામધામ મંદિર, નવલખી રોડ, મોરબી ખાતે સાંજે 5 થી 7 કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે.

આ દરમ્યાન આચાર્ય, આદિશંકર બ્રહ્મ વિદ્યાપીઠ ઉત્તરકાશીના વક્તા શ્રી સ્વામી હરિબ્રહ્મેન્દ્રાનંદ તીર્થ સરળ સમગ્ર વેદાંત વિષય પર પ્રવચન આપશે. આ પ્રવચન બાદ ભોજન પ્રસાદનું આયોજન પણ ક૨વામાં આવ્યું છે. ત્યારે આ ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળાનો લાભ લેવા શ્રી પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા અને શિવાનંદ યોગ સર્કલના પ્રમુખ દક્ષાબેન મહેતા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!