MORBI:મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન!

MORBI:મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન!
(રીપોર્ટ:- શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
માનવસેવા એ જ પરમ ધર્મના ઉદ્દેશ સાથે મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા એક મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર નો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો તથા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ રક્તદાન શિબિરમાં અનુભવી ડોકટરોની ટીમ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ સાથે સુરક્ષિત રીતે રક્ત લેવામાં આવશે.રક્તદાતાઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.સમાજના તમામ સ્વસ્થ લોકોને વિનમ્ર અપીલ છે કે વધુ માં વધુ સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને આ પૂર્ણ્ય કાર્યમાં સહભાગી બનશો તેવી વિનંતી છે.
અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી માં આ પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમ કે મેડિકલ કેમ્પ, અનાથાશ્રમ સેવા, વૃધ્ધાશ્રમ સહાય,સામાજિક જાગૃતિ કાર્યકમ, બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ વગેરે કરવામાં આવ્યા છે આ રક્તદાન શિબિર પણ એ જ સેવાભાવનાનું એક મહત્વપૂર્ણ પગથિયું છે







